આદીપુર તેમજ અલગ અલગ જગ્યાઓ એ કામ કરતી સંસ્થા વડીલ વંદના ગૃપ દદ્વારા રાપર ખાતે ભવ્ય વડીલ વંદના (માતૃ-પિતૃ)પૂજન વડીલ વંદના ગૃપના વડીલોનું તેમના પરિવારજનો ધ્વારા શાસ્ત્રોકત વિધિ અનુસાર બાળકને માતા-પિતા પાસે કેવી અપેક્ષા,કેલી આશા,કેવા સંસ્કાર, અને બાળકો-પ્રત્યે માતા-પિતાએ કરવાનો થતાં કામો ખુબ સરસ ધાર્મિક વિધિ અનુસાર વિસાવદરના ભાવતાચાર્ય શાસ્ત્રી હરેશભાઈ રસીકલાલ જોષી તથા અન્ય ભુદેવો દેવા મંત્રો ઉચ્ચારણ કરી માતા-પિતા-બાળકો સંસ્કાર સિંચનનું અદભુત દ્રષ્ટ્રાત આપી ખુબ સારી સમઝણ પુર્વક વડીલોની વંદના કરવાનું રાપર મધ્યે સરસ,સુંદર આયોજન કરવામાં આવેલ હતું સંસ્થાના પ્રમુખ નાનજીભાઈ ખીમજીભાઈ માલી, તથા મંત્રી તુલશીભાઈ કરશનભાઈ માલી તથા ટ્રસ્ટીગણ ધ્વારા ખુબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ રાપર રખાયો હતો અને રાત્રે આખો પરિવાર એક સાથે માણી માણી શકે તેવું જામ જોધપુરની દિકરીઓ ધ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો સાથે ટી.વી.કલાકાર દુર્ગેશ પાઠક પણ જોડાયા હતાં અને બહેન, દીકરીઓ, માતાઓ,વડીલોનો ખુબ આનંદ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ માં મહાપ્રસાદના દાતા તરીકે પ્રેમજીભાઈ ભુરાભાઈ માલી, મુરજીભાઈ માઘવજીભાઈ માલી ૨હયા હતાં કાર્યક્રમને સફળ બનાવવા ડો.અમરશીભાઈ માલી, કાનજીભાઈ માલી,નણજીભાઈ માલી,કાનજીભાઈ માલી, વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા તથા રાપર તાલુકા પંચાયતના સભ્યો પણ હાજર રહયા હતા. રાજકોટ માલી સમાજના પ્રમુખ ભાવેશભાઈ માલી, નિલેશભાઈ પરમાર, પવિણભાઈ પરમાર, સુરેશભાઈ માલી, વેલજીભાઈ માલી, તેમજ વડીલ વંદના ગુપના સભ્યો પણ બહોળી સંખ્યામાં આદીપુર થી ૨ાપ૨ પધારેલ હતાં ગેલાભાઈ માલી, નરેન્દ્રભાઈ માલી, વિજયભાઈ માલી, વિગેરે હાજ૨ ૨હયા હતાં.કાર્યક્રમનું સમગ્ર આયોજન શ્રી વેરાઈ માતાજી મંદિર ૨ાપર મધ્યે કરવામાં આવેલ હતું સાથે રાપર સમસ્ત માલી સમાજને મહાપસાદ અવસરપણ સાંપ્ડયો હતાં. રાપરના એસ.કે.માલી, નરેશભાઈમાલી, રાપર માલી સમાજના પુર્વ પ્રમુખ શામજીભાઈ માલી વિગેરે આગેવાનો હાજ રહયા હતાં તેવું રાપર માલી સમાજના પુર્વ પ્રમુખ નિલેશભાઈ માલીએ યાદીમાં જણાવ્યું હતું.