બોટાદના લાઠીદમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે સુરત ગયો હતો. બંધ મકાનને સુરેન્દ્રનગર જિલ્લાના 4 તસ્કરોએ નિશાન બનાવી રૂ.47 હજારની ચોરી હતી. મકાનમાં ઘૂસેલા બે તસ્કરોને પકડવાની કોશિષ દરમિયાન એક તસ્કરે ધાબા પર જઇ લોકો પર ગીલોલ વડે હુમલો કર્યો હતો. જેમાં 5 વ્યક્તિને ઇજા પહોંચી અને એક કારનો કાચ ફૂટી ગયો હતો. મકાનની બહાર ઉભેલા બંને તસ્કરો ફરાર થયા હતા. બોટાદના લાઠીદડમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઈ કોડિયાતેમના ભાગીદારના દીકરાના લગ્ન પ્રસંગે પરિવાર સાથે મકાન બંધ કરી સુરત જવા નીકળ્યા હતા અને મોડી રાત્રિના 2.30 કલાકે વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઈ વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડા બન્ને રહે. કસવાળી જિ. સુરેન્દ્રનગર તેમજ ભુપતભાઈ સવુભાઈ સાઢમીયા અને મુકેશભાઈ ધનુભાઈ સાઢમીયા બન્ને રહે. રતનપર જિ. સુરેન્દ્રનગર બંધ મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. બે ચોર ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી અને બે ચોર મકાનની બહાર ધ્યાન રાખતા હતા તે સમયે પાડોશીઓ જાગી જતા બહાર બેઠેલા તસ્કરો નાસી છુટ્યા હતા.મકાનની અંદર રહેલા વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઈ વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડાને રોકડ રૂપિયા 47000ની ચોરી કરી ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રૂ. 2000નું નુકસાન કર્યું હતું. તસ્કરોને પકડી પાડવા પાડોશીએ પ્રયત્ન કરતા એક તસ્કરે નીચે માણસો ઉપર ધાબા પરથી ગીલોલ વડે પથ્થરમારો કરી 5ને ઈજા પહોંચાડી હતી. બંનેને પોલીસ હવાલે કર્યા હતા. રાજેશભાઈ કોડીયાએ બોટાદ રૂલર પોલીસ સ્ટેશનમાં વિનોદ ઉર્ફે દેવો વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડા (બન્ને રહે. કસવાળી જિ.સુરેન્દ્રનગર), ભુપતભાઈ સાઢમીયા, મુકેશભાઈ ધનુભાઈ સાઢમીયા (બન્ને રહે. રતનપર જિ. સુરેન્દ્રનગર) વિરૂધ્ધ ગુનો નોધાયો હતો.