સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર એક સોસાયટી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા 3 શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. તેમજ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ કાર સહીત કુલ રૂ.1,35,450નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર પસાર થવાની છે.જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી બાતમીવાળી કારને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો 16 નંગ કિંમત રૂા.5,450, કાર તથા 3 મોબાઇલ મળી કુલ રૂા.1,35,450ના મુદ્દામાલ સાથે 80 ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલા, સુર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પુષ્પરાજસિંહ રામદેવસિંહ જાડેજાને ઝડપી લઇ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भानखेडा पाटीजवळ अपघात एक जन जखमी, चालकावर गुन्हा दाखल
भानखेडा पाटीजवळ अपघात एक जन जखमी, चालकावर गुन्हा दाखल
કાલોલ શહેર માં સુફી સંત સૈયદ મોઈનુદ્દીન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા
મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ...
સાવરકુંડલા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે લોક ડાયરો
સાવરકુંડલા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે લોક ડાયરો
Upcoming Cars: इंडियन मार्केट में जल्द लॉन्च होंगी ये 5 नई कार, लिस्ट में एक 4X4 SUV भी शामिल
परफॉरमेंस-बेस्ड टाटा अल्ट्रोज रेसर आधिकारिक तौर पर भारत में 13 जून को बिक्री के लिए उपलब्ध होगी...
Lok Sabha Election 2024 में Congress ने जिस Sunil Sharma को टिकट दिया, उनका विरोध क्यों हो रहा है?
Lok Sabha Election 2024 में Congress ने जिस Sunil Sharma को टिकट दिया, उनका विरोध क्यों हो रहा है?