સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર એક સોસાયટી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા 3 શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. તેમજ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ કાર સહીત કુલ રૂ.1,35,450નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર પસાર થવાની છે.જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી બાતમીવાળી કારને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો 16 નંગ કિંમત રૂા.5,450, કાર તથા 3 મોબાઇલ મળી કુલ રૂા.1,35,450ના મુદ્દામાલ સાથે 80 ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલા, સુર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પુષ્પરાજસિંહ રામદેવસિંહ જાડેજાને ઝડપી લઇ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમરેલી જિલ્લામાં આ વર્ષે  સિઝનનો કુલ ૯૪.૩૬% વરસાદ વરસ્યો 
 
                      ૧૪મી સપ્ટેમ્બરે સવારે ૬.૧૧ વાગ્યા સુધીમા અમરેલી શહેરમાં સૌથી વધુ ૨૨ મીમી વરસાદ વરસ્યો
--- ...
                  
   बीडमध्ये वेश्या व्यवसायावर कारवाई@india report 
 
                      बीडमध्ये वेश्या व्यवसायावर कारवाई@india report
                  
   মাহমৰা উন্নয়ণ খণ্ডৰ কাৰ্য্যালয় পৰিদৰ্শণ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ। 
 
                      চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত দিচাংপানীত অৱস্থিত মাহমৰা উন্নয়ণ খণ্ডৰ কাৰ্য্যালয়আজি বিয়লি...
                  
   જાણો ! આ ગામમાં ૫ લાખની સરકારી ગ્રાન્ટ ખર્ચાઈ પરંતુ પશુઓને પીવાનું પાણી ન મળ્યું !  
 
                      ખંભાત તાલુકાના કાળી તલાવડી ગામે કોન્ટ્રાક્ટર અને પંચાયતે મિલીભગત રચી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો...
                  
   અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી 
 
                      અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી
                  
   
  
  
  
   
  