વઢવાણ પંથકમાંવસ્તડીની સામાકાંઠાની મેલડી માઁતા, નકટીવાવની મેલડી માતા, અને ખજૂરીવાળા મેલડી માતાના મંદિરો હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. ખજુરી વાળા મેલડી માતાના મંદિરની આસપાસ બગીચા સહિત પ્રવાસન સ્થળ વિકસાવાયુ છે. વઢવાણ ખારવા રોડ પર એક કરોડ રૂપિયાના ખર્ચે ખજૂરીવાળા મેલડી માતાનું મંદિર બનાવાયુ છે. પરંતુ આ મંદિરે પહોંચવાનો રસ્તો કાચો અને ઉબડખાબડ હતો. આથી સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને લોકોએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂરીની મહોર લાગી હતી. આથી આથી રૂા. ૧.૧૦ કરોડના ખર્ચે ૧૨૦૦ મીટર સીસીરોડનું ખાતમૂહુર્ત કરાયુ હતું. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણા, જીશાબેન પંડપા, જીતેન્દ્રસિંહ થાયડા તેમજ વઢવાણ તાલુકાના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા