KYC રજૂકર્યે 50 તેમજ DBT માટે ગ્રાહકે પૂછપરછ કરી...

મહીસાગરના વિરપુરમાં આવેલ બેન્ક ઓફ બરોડાની ઘોર બેદરકારીથી બાળકોના શિષ્યવૃત્તિના પૈસા કામ લાગતાં નથી. ત્યારે બેંક ઓફ બરોડા બેંકના નિયમ પ્રમાણે kyc કરવાનું આવતા જરૂરી દસ્તાવેજ આપવા છતાં ગ્રાહકોને તેમનું કામ થતું નથી. ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે.ત્યારે બેંકના ખાતાગ્રાહક ખાંટ મનુભાઈ બાબરભાઈએ KYC માટે બેંકના કર્મચારીએ કહ્યા મુજબ જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં 50 દિવસથી વધુ સમય વિત્યો હોવા છતાં તેમનું ખાતું કાર્યરત ન થવાથી બેંક કર્મચારીને પૂછતા કર્મચારી ભડક્યા હતા.જ્યારે ખાતાગ્રાહક રમેશભાઈ કાનાભાઈ સોલંકીને DBT માટે 20 દિવસથી વધુ સમય વીત્યો હોવા છતાં કામ થયેલ નથી જે અંગે બેંક કર્મચારીને પૂછતા બિન ગુજરાતી ઓફિસરે રોફ ઝાળતાં ગ્રાહકને પોલીસ બોલાવી અંદર કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઈને બેંકમાં આવેલા અન્ય ખાતા ગ્રાહકોમાં પણ રોષ ફેલાયો હતો. જેથી સમગ્ર ખાતેદારો આવા કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરી કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.