રાધનપુર તાલુકા નાં કલ્યાણપુરા ગામે આનંદ હર્ષઉલ્લાસ સાથે હોળીની ઉજવણી કરવામા આવી હતી.
પાટણ જિલ્લામાં ગઈ કાલે સાંજના સમયે વાતાવરણ મા પલટો આવ્યો હતો.તેમજ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયુ હતુ.ત્યારે વરસાદનુ આગમન થતા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ હોળીની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આજરોજ સાંજે આનંદ હર્શોઉલ્લાસ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શુભ મુહૂર્તે હોલિકા માતાજીની પુજા અર્ચના કરી અને હોળી દહનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અને હોલિકા માતાની પ્રદક્ષિણા કરી શ્રીફળ હોમવામાં આવ્યા હતા.તેમજ ઢોલ નગારા સાથે આનંદ હર્શોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.અને હોળી માતા ને ખજૂર ,ધાણી કોપરૃ જેવો પ્રસાદનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.જ્યારે હોળી દહન કરવામાં આવતા સમસ્ત કલ્યાણપુરા ગ્રામજનો માં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર