ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડીઆદ વિભાગના મહિસાગર જિલ્લાના બાલાસિનોર ડેપો ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” બેનર હેઠળ રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ તા.02/12/2023ના રોજ 10:00 કલાકે બાલાસિનોર બસ સ્ટેશન ખાતે માન.ધારાસભ્યશ્રી માનસિંહજી કે.ચૌહાણના વરદ્દ હસ્તે કેમ્પેઇનનો લોગો ઝીંગલ તથા ક્યુ.આર. કોડ થકી પેસેન્જર ફીડ બેક સિસ્ટમનું લોન્ચીંગ કરવામાં આવેલ તથા બાલાસિનોર બસ સ્ટેશન ખાતે શ્રમદાન થકી રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવેલ સદરહુ કાર્યક્રમ નિગમની સ્વચ્છતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇન નો ભાગ બને અને સ્વચ્છતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડે તે માટે મુખ્યત્વે પ્રચાર પ્રસારના માધ્યમથી ઉપરોકત કાયક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રામમાં માન.ધારા સભ્યશ્રી માનસિંહજી કે.ચૌહાણ તથા તા.પં. બાલાસિનોર પ્રમુખ શ્રી,મતિ સવિતાબેન કાંતીભાઇ ચૌહાણના પ્રતિનીધી તથા તા.પં. બાલાસિનોર ઉપપ્રમુખશ્રી રંગીતસિંહ પ્રભાતસિંહ સોલંકી તથા પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌધરી, બાલાસિનોર તથા નડીઆદ વિભાગના શ્રી સંજયભા દેસાઈ નાયબ ઈજનેર(લાયઝન અધિકારી) તથા માજી.જિ.પં. સદસ્યશ્રી ઉદેસિંહ ચૌહાણ અને ધારા સભ્ય કાર્યલય મંત્રીશ્રી મહેશભાઇ મહેરા ચીફ ઓફિસર શ્રીપટેલ ન.પા.બાલાસિનોર તથા ડે.મે.શ્રી કે.આર.પટેલ તથા સ્ટાફ સુપરવાઈઝર/કર્મચારીગણનાઓ/સ્થાનિક તથા મહાનુભાવો/ પદાઅધિકારીશ્રીઓ દ્રારા સ્વચ્છતા અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ અને પ્રવાસી મુસાફરોને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” દેશ હિતના કાર્યમાં કાયમ માટે પોતાનું યોગદાન આપવા અને પ્રવાસયાત્રા દરમ્યાન બસની અંદર-બહાર સ્વચ્છતા જળવાય રહે તે બાબતે સમજ આપેલ અને સોશિયલ મીડીયા પર હેશટેગ(#) શુભયાત્રા સ્વચ્છ યાત્રા હેઠળ એસ.ટી.નિગમ દ્રારા શરૂ કરાયેલ સ્વચ્છતા કેમ્પેઈન કાર્યક્રમના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવેલ હતી. ઉપરોકત કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહાનુભાવો અને પદાઅધિકારીશ્રી/અધિકારીગણનાઓ તથા સુપરવાઇઝરશ્રીઓ દ્રારા પુષ્પગુંજથી સ્વાગત કરી શ્રી દિપકભાઇ વી.ચૌહાણ જુની.આસી.નાઓ શાબ્દીક પ્રવચન કરી ક્રાર્યક્રમનો પ્રારંભ કરાવી અંતે આભાર વ્યકત કરેલ.