પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું સ્વાગત કરાયું

            પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી સ્કૂલમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

          સરકારશ્રી દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા જિલ્લાના અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં તા.૧૫/૧૧/૨૦૨૩ (જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તાલુકાઓમાં નવેમ્બર - ૨૦૨૩ના તૃતિય સપ્તાહથી “ વિકસીત ભારત સંકલ્પ યાત્રા" આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગ સ્વરૂપે જિલ્લાના દરેક નાગરિકને રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાથી માહિતગાર બને અને યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ હેતુથી આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારો માટે આ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે મુજબ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં “ વિકસીત ભારત સંકલ્પ યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભેંસાવહી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શનિવારના રોજ આવી પહોંચી હતી જેમાં લાભાર્થીઓને મળતો લાભ આપ્યો તેમજ શું શું લાભ લઈ શકાય તેની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત પાવીજેતપુર ના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ સરકારની વિવિધ યોજનાઓની જણવટ ભ છણાવટ કરી હતી તેમજ ઉપસ્થિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા જનતાને વધુમાં વધુ લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.