સાયલાના જુનાજશાપરાના શખ્સે સુરેન્દ્રનગર ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી.જેની રકમની ચુકવણી પેટે ચેક લખી આપ્યો હતો.જે વસુલવાબેંકમાં ભરતા અપુરતા ભંડોળ નોંધ સાથે ચેક પરત આવ્યો હતો.આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને2 વર્ષની સજા અને ફરીયાદીને ચેકની રકમ રૂ.6 લાખ વળતર ચુકવવા આદેશ કર્યો હતો.સાયલાના જુનાજશાપરના રહીશ રામાભાઇ રાણાભાઇ જોગરાણાએ સુરેન્દ્રનગર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના નયન મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી લોન લીધી હતી.જેનો હપ્તે ચુકવવાની હતી અનિયમિત ચુકવણી કરતા વારંવાર ઉઘરાણી કરતા રામાભાઇએ રૂ.6 લાખનો ચેક લખી આપ્યો હતો.જે નયનભાઇએ તા.9-1-19ના રોજ વસુલવા બેંકમાં ચેક ભરતા તા.10-1-19ના રોજ રીટર્ન થયો હતો.આથી નયનભાઇએ વકિલ પી.બી.મકવાણા મારફત રામાભા સામેકોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી રામાભાઇ જોગરાણાને ગુનામાં તકરસીરવાર ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.6 લાખ ચુકવવાહુકમ કર્યો હતો.જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 6 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.