પાવીજેતપુરમાં સોનાની ચેનો ની ચીલ ઝડપ કરી ભાગતા બે આરોપીઓને પકડવામાં પોલીસને મદદ કરનાર યુવાન નું જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરાયું
પાવીજેતપુર મોટી બજારમાં આવેલ જૈનિ સિલ્વર નામની સોનીની દુકાનમાંથી સોનાની ચાર ચેનો ચીલ ઝડપ કરી બાઈક ઉપર બેસી ભાગતા બે આરોપીઓને પકડવામાં પાવીજેતપુર પોલીસને મદદ કરનાર યુવાન નું છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર મોટી બજારમાં જૈની સિલ્વર સોના-ચાંદીની દુકાન આવેલ છે. જેના માલિક જયકુમાર મહેન્દ્રભાઈ સોની ૨૨ નવેમ્બરના બપોરના સમયે જમીને ફરીથી દુકાન ઉપર બેસેલ હતા ત્યારે આશરે બે વાગ્યાના સમય પછી એક યુવાન સોનાની ચાર ચેન લઇ બાઈક ઉપર સવાર બીજા યુવાન સાથે ચીલ ઝડપ કરી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ દુકાન માલિક જય સોનીએ પોલીસને કરી હતી તેમજ મિત્ર પ્રિતેશકુમાર મહેન્દ્રભાઈ પંચાલ ઉર્ફે ટકા ને જાણ કરી હતી. પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા તે જ સમયે પ્રિતેશભાઈ પણ સક્રિય થઈ સોનાની ચેન ચોર એવા બાઈક સવારનો પીછો કર્યો હતો અને બોડેલી નજીક મોડાસર ચોકડી ઉપર પ્રીતેશભાઈએ પકડી પાડી આજુબાજુના લોકો ભેગા કરી બુમ બુમ કરી, પોલીસ પોહંચી જતા આ બંને આરોપીને પકડી પડ્યા હતા. આરોપીને પકડવામાં સખાન્દ્રા ના સરપંચ વિશાલ ભરતસિંહ રાઠવા એ પણ ખૂબ સારી મદદ કરી હતી. આ બંને યુવાનો એ સક્રિય પ્રયાસ કરી પોલીસને મદદરૂપ થઈ બંને આરોપીઓ ની પકડી પડ્યા હતા.
પાવીજેતપુર મોટી બજાર સોનીની દુકાનમાંથી સોનાની ચેનો ચિલ ઝડપ કરી ભાગતા બે આરોપીઓને પકડવામાં પોલીસની મદદ કરનાર પ્રિતેશકુમાર મહેન્દ્રભાઈ પંચાલ નું પહેલી ડિસેમ્બર ના રોજ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા સાલ ઉઢાડી સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ ફરીથી આ રીતે મદદરૂપ થવા આહવાન કરાયું હતું. સાથે સાથે વિશાલભાઈ રાઠવા નું પણ ડીએસપી કચેરીમાં બોલાવી બહુમાન કરવામાં આવનાર છે.