કસુંદર ગામે જૂની અદાવત રાખી લાકડી વડે હુમલો કરતા ચાર વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના કસુંદર ગામે રહેતા આ કામના ફરિયાદી પૂનમભાઈ નરસિંહભાઈ ભીલ નો પુત્ર જીગરભાઈ ભીલ આ કામના આરોપી અનિલભાઈ ભીલની પત્નીને અગાઉ ભગાડીને લઈ ગયેલ હોય આ ઘટનાની અદાવત રાખી આ કામના આરોપી મંગળદાસભાઈ અમીદાસભાઈ ભીલ તથા અનિલભાઈ રવિદાસભાઈ ભીલ ફરિયાદીના ઘર નજીક આવી ફરિયાદીને ગમે તેમ માં બહેન સમાન ગાળો બોલી ઝઘડો કરેલ દરમિયાન મંગળદાસભાઈ ભીલે લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે લાકડીનો સપાટો મારી સામાન્ય ઇજા કરી તથા અનિલભાઈ ભીલે ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી તથા ભીખાભાઈ ભીલ તથા ગોપાલભાઈ ભીલે ફરિયાદીને માં બહેન સમાન ગાળો બોલી ચારે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા આ કામના ફરિયાદી પૂનમભાઈ નરસિંહભાઈ ભીલ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ ને થતા તિલકવાડા પોલીસે (1) મંગળદાસભાઈ અમીદાસભાઇ ભીલ (2) અનિલભાઈ રવિદાસભાઈ ભીલ (3) ભીખાભાઈ શંકરભાઈ ભીલ તથા (4) ગોપાલભાઈ સનાભાઇ ભીલ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....