ખંભાળિયા પાલિકા દ્વારા શહેરમાં સીંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જપ્તી તથા દંડની કડક કામગીરી સતત ચાલુ રાખીને પહેલા પ્લાસ્ટિકના વેપારીઓ સામે કડક પગલા, જપ્તીની કાર્યવાહી દંડ કર્યા પછી ગઈકાલે શહેરની શાક માર્કેટ નવી તથા જુનીમાં ચેકીંગ કર્યું હતું તથા બે આસામીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો મળતા તે જપ્ત કરીને પ૦૦/ પ૦૦ દંડ કરાયો હતો તથા શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં ના આપવા તથા કપડાની થેલીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે, સતત સીંગલ પ્લાસ્ટિકની ચાલતી ઝુંબેશના પરિણામરૃપે શાક માર્કેટમાં લોકો કપડાની થેલી લઈને આવતા થયા છે.