રાજસ્થાનના સીવાના પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો છે.પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ડીસાથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા જિલ્લા સહિત બહારના રાજ્યોમાંથી પણ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. આજે રાજસ્થાન રાજ્યના સીવાના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.

 જેમાં પોલીસને મળેલી બાતમી હકીકત આધારે તપાસ દરમિયાન ડીસાના વરસોલીયા વાસમાં રહેતા ગણપત સિંહ રાજ પુરોહિત જે રાજસ્થાનના સિવાના પોલીસ સ્ટેશન આઇપીસી 420, 376,120 જેવા ગુનામાં સંડોવાયેલા હોવાના કારણે તેમને ડીસા થી પેરોલ ફ્લો સ્કોડ બનાસકાંઠા દ્વારા ઝડપી પાડી ડીસા દક્ષિણ પોલીસને આરોપીને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.