ખંભાળિયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા દેવળિયા ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરે નાના માંઢા ગામના બાઈકચાલકને ટેન્કરે ઠોકરે ચઢાવી ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ટેન્કરચાલક ફુલ સ્પીડમાં ટેન્કર ભગાડી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે તેના સગડ દબાવ્યા છે.