બે વર્ષ બાદ ફરી વાવાઝોડા રૂપી ‘શંકટ’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શંભાવના છે. વાવાઝોડાના લીધે 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરતના 42 ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તથા જાફરાબાદ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ - દક્ષિણ પશ્ચિમ , ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમે કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે તેવી પૂરી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કારણ કે દરિયામાં મોજાં ઊછળી રહ્યાં છે. 9 મી અને 10 મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગર વાવાઝોડું દરીયા કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या होते हैं ओपन पोर्स जो स्किन पर छोटे छेदों की तरह दिखते हैं, इन्हें ऐसे ठीक करें | Sehat ep 268
क्या होते हैं ओपन पोर्स जो स्किन पर छोटे छेदों की तरह दिखते हैं, इन्हें ऐसे ठीक करें | Sehat ep 268
হোজাই আৰক্ষীৰ ড্ৰাগছ বিৰোধী অভিযানত আটক দুজন ব্যক্তি
হোজাইত পুনৰ আৰক্ষীৰ ড্ৰাগছ বিৰোধী অভিযান।গোপন সূত্ৰৰ পম খেদি হোজাই টেঙেৰিপাৰ পৰা টাটা নেন গাড়ী সহ...
शिवसेना आणि संभाजी ब्रिगेड युती, शिंदे गटाकडून वेगळंच मत Uday Samant on Uddhav Thackeray | Shivsena
शिवसेना आणि संभाजी ब्रिगेड युती, शिंदे गटाकडून वेगळंच मत Uday Samant on Uddhav Thackeray | Shivsena
भयानक! अंधारात अचानक समोर आला बिबट्या, त्याच्यावर टॉर्च मारताच
भयानक! अंधारात अचानक समोर आला बिबट्या, त्याच्यावर टॉर्च मारताच