સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર અને આખલાઓનો આંતક સતત વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આવા રખડતા આખલાઓને પાંજરે પુરવા માટે નો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં અંદાજિત 300થી વધુ રખડતા આખલાઓ પાંજરે પૂર્યા છે.સુરેન્દ્રનગરમાં રખડતા આખલાઓ પાંજરે પુરવાનો કોન્ટ્રાક્ટ રામજીભાઈ નામના શખ્સને આપવામાં આવ્યો હતો. ત્યારે રખડતા આખલાએ નગરપાલિકાની વાનમાં જ આ રામજીભાઈ પર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટરને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજવા પામ્યું છે.કોન્ટ્રાક્ટરનું જ મોત નિપજતા સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર ફેલાયો છે.જો કે આ અંગે તેમના પરિવારજનોએ નગરપાલિકા પાસે ન્યાયની માંગણી કરી છે. ઘરના મોભીનું અકાળે મોત નિપજતા પરિવારમાં આંક્રદનો માહોલ છવાયો હતો.