સુરેન્દ્રનગર જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે લીંબડી તાલુકાના ભોજપરા અને કમાલપર ખાતેના કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કર્યું હતું.આ તકે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથના માધ્યમથી લોકોને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનો વિશે જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો સંદેશો નિહાળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ઉપરાંત "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાના લાભો વિશે અન્ય ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પમાં માધ્યમથી ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે સરપંચ, ગ્રામ આગેવાનો સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ -કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.