ચોટીલા હાઇવે ઉપર ડોળિયા-સાયલા હાઈવે પર ડોળિયા નજીક જ્વલનશીલ કેમિકલ ભરેલુ ટેન્કર પલ્ટી ખાઇ જતાં ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતાં સુરેન્દ્રનગર ફાયરની ટીમે 18 કલાકની જહેમત બાદ ટેન્કરને સહીસલામત બહાર કાઢ્યું હતું. સદેનસીબે મોટી જાનહાની ટળી હતીકંડલાથી ટોલ્યુન નામનુ અતિ જ્વલનશીલ કેમિકલ ભરેલુ ટેન્કર અમદાવાદ તરફ જઇ રહ્યું હતુ. તે દરમિયાન ડોળિયા-સાયલા હાઇવે પર ડોળિયા નજીક ટેન્કર પલટી ખાઇ રસ્તાની સાઇડમાં ખાબક્યું હતું. અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલ લીકેજ થતાં આસપાસનાં વિસ્તારમાં રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.કેમિકલ અતિ જ્વલનશીલ હોવાથી ગમે ત્યારે આગ લાગતા મોટી દુર્ઘટના બને તેવી શક્યતાઓ હોય તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સૌપ્રથમ ટેન્કરમાંથી લીકેજ બંધ કરી તેને રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જો કે ફાયરની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાર બાદ અંદાજે 18 કલાકની ભારે જહેમત બાદ 3 હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી રસ્તાની સાઇડમાં ખાબકેલા ટેન્કરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. ફાયર વિભાગની સમયસુચકતાના કારણે મોટી જાનહાની ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#GirSomnath | વડોદરા ઝાલા ગામે બંધારા ડેમમાં તાત્કાલિક દરવાજા મુકવા માંગ | Divyang News
#GirSomnath | વડોદરા ઝાલા ગામે બંધારા ડેમમાં તાત્કાલિક દરવાજા મુકવા માંગ | Divyang News
Shatrughan Sinha ने Sonakshi की शादी में शामिल ना होने की खबर पर लगाया Full Stop, बोले-खामोश...
Shatrughan Sinha ने Sonakshi की शादी में शामिल ना होने की खबर पर लगाया Full Stop, बोले-खामोश...
વિરમગામાં 100 વર્ષ જૂની પરંપરા
#buletinindia #gujarat #gandhinagar