કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં 15મી નવેમ્બરથી ‘વિકસિત ભારતફ સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોટિલા, વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, લિંબડી તાલુકાઓમાં આ યાત્રાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં વડોદ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત બપોરે 2:00 કલાકે પ્રાથમિક શાળા, વડોદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રથના માધ્યમથી ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ સંદેશો નિહાળ્યો હતો. ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ તેમજ માતૃશક્તિ કીટ, બાલ શક્તિ કિટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાંકૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રસંગે આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. 85 થી વધુ લોકોએ આ આરોગ્ય કેમોનો લાભ લીધો હતો. ઉપરાંત "મેરી કહાની,મેરી ઝુબાની" અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી.