કાંકરેજના થરા-રણકપુર નેશનલ હાઇવે પર એક અજાણ્યા ટ્રક ચાલકે રોડની સાઈડમાં ચાલી રહેલા ભરવાડ અને તેના પશુઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતના કારણે ભરવાડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ત્રણ ભેંસોના મોત અને ત્રણ ગાયો ઈજાગ્રસ્ત થઇ હતી. બનાવ ના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં કાંકરેજના થરા-રણકપુર વચ્ચે નેશનલ હાઈવે ઉપર આજે એક ભરવાડ પોતાના પશુ લઈ જઈ રહ્યો હતો પાછળથી અચાનક અજાણ્યા ટ્રક ચાલાક પૂર ઝપાટે હંકારી ભરવાડ અને તેના પશુપાલકોને ધડાકાભેર ટક્કર મારી હતી. ટ્રકે ધડાકાભેર ટક્કરના કારણે પશુપાલક અને તેના પશુઓ રોડ પર પટકાયા હતા. જેમાં ભરવાડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પશુઓને પણ ગંભીર ઇજા પહોંચતા ત્રણ ભેંસોના મોત નિપજ્યા હતા અને ત્રણ ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી થરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી પહોંચી મૃતક ભરવાડનો સવ કબજે લઇ પી.એમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.