નાયબ મુખ્ય દંડક્શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકએ ઉપસ્થિત સર્વેને ડેમના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. ત્યારબાદ નાયબ મુખ્ય દંડક્શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ડેમની મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ.30 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે પ્રવાસન નિગમના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી વિવિધ બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરવા માટેના સ્થળ તરીકે ધોળીધજા ડેમનો સુંદર વિકાસ થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના અને આજુબાજુના લોકોને ખૂબ જ ટૂંકા સમયમાં એક પ્રવાસન સ્થળ મળશે.જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આશરે પાંચ હેક્ટર જેટલા વિસ્તારમાં ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આજે આ કામમાં રસ ધરાવતી અલગ-અલગ 7 જેટલી એજન્સીઓ સાથે સ્થળ મુલાકાત કરી આગળનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં તેમણે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ સારા વિકાસના કાર્યો થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત પ્રવાસન અને સંબધિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અલગ-અલગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#INDvPAK : जाडेजा की जगह कौन –प्लेइंग-XI में अक्षर पटेल या फिर दीपक हुड्डा को मिलेगा मौक़ा ?
#INDvPAK : जाडेजा की जगह कौन –प्लेइंग-XI में अक्षर पटेल या फिर दीपक हुड्डा को मिलेगा मौक़ा ?
Bahraich Wolf Attack News: बहराइच में पकड़ा गया एक और आदमखोर भेड़िया, देखें रेस्क्यू का Video
Bahraich Wolf Attack News: बहराइच में पकड़ा गया एक और आदमखोर भेड़िया, देखें रेस्क्यू का Video
तळवट बोरगाव येथे वंचित बहुजन आघाडीच्या शाखेचे उद्घाटन संपन्न,
तळवट बोरगाव येथे वंचित बहुजन आघाडीच्या शाखेचे उद्घाटन संपन्न,
અંબાજીમાં ભાદરવી મેળોમાં શ્રદ્ધાનું ઘોડાપુર....!
યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂરઃ ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો
દૂર-દૂરથી પગપાળા...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે ઉદ્ઘાટપ્રસંગે સંતો,મહંતો અને નેતાઓ હાજર રહ્યા હતા.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે ઉદ્ઘાટન પ્રસંગે સંતો,મહંતો અને નેતાઓનો સંગમ જોવા...