સમગ્ર ગુજરાત રાજ્યભરમાં તારીખ 24 નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરમાં નોંધાયેલા કમોસમી વરસાદી માવઠાની સીધે સીધી અસર હાલોલ તાલુકા સહિત હાલોલ નગર ખાતે પણ સવારથી જ જોવા મળી હતી જેને લઈને વહેલી સવારથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ બંધાયો હતો જેમાં સવારથી કાળા ડિંબાગ વાદળો છવાઈ જતાં અને સૂરજ દાદા વાદળો વચ્ચે સંતાઈ જતા અંધારપટ જેવું વાતાવરણ સર્જાયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે હાલોલ પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને લઈને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામતા સમગ્ર પંથકમાં વરસાદી માવઠાની પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું જેમાં હાલોલ નગર ખાતે પણ સવારથી જ વરસાદી માવઠું થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું ને બજારો તેમજ જાહેર માર્ગો સુમસાન નજરે પડયા હતા અને નગરજનો ઠંડીથી ઠુઠવાતા નજરે પડ્યા હતા અને શિયાળાની સિઝનમાં સ્વેટર પર રેઈનકોટ પહેરવાની અને પેક કરીને મુકેલ છત્રીઓ પર લાગેલ ઘૂળ ખંખેરી બહાર કાઢવાની પણ નોબત આવી હતી જ્યારે હાલોલ તાલુકા ખાતે નોંધાયેલા કમોસમી વરસાદની પગલે સૌથી મોટી ચિંતામાં ધરતીપુત્રો મુકાયા હતા અને ખેડૂતોને નુકસાની વેઠવાનો તેઓને વારો આવ્યો હતો જેમાં ખેડૂતો દ્વારા રાત દિવસની તનતોડ મહેનત કરીને પકવવામાં આવેલા ડાંગર મકાઈ દિવેલા જેવા પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે ઉભા પાકો વરસાદને પગલે નમી પડવા સહિત ઉભા પાકને લળીને જાહેરમાં ઢગલા મારી એકઠો કરાયેલો પાક પણ ભીનો થયો હતો અને દિવેલા જેવા પાકોમાં ઇયળો પડી જઈ બગડી જવાની દહેશત વ્યક્ત કરાઈ હતી જેમાં સવારથી જ વરસાદી પાણી ઉભા પાક ઉપર પડતા બીજ વાવણી ખાતર અને દવા છંટકાવ કરેલી તમામ મહેનત ખેડૂતોની એળે ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે જોકે કેટલાક ખેડૂતોએ અગાઉ વરસાદી માવઠાની આગાહીના કારણે પોતાના વાવણી કરી એકઠા કરાયેલા પાકને સાવચેતીપૂર્વક સલામત સ્થળે ખસેડ્યો હતો પરંતુ જે લોકો અજાણ હતા અથવા જેની જોડે સગવડ ન હતી તેવા ખેડૂતોના પાકીને તૈયાર થયેલા ધાન્ય અને તેમજ ઉભા પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે જેમાં આજે ઋતુચક્રમાં કુદરતે કરેલ ફેરફારને કારણે પ્રત્યેક માનવી કમોસમી વરસાદી વાતાવરણનો ભોગ બની કુદરતી ઋતુચક્રમાં કરેલા ફેરફાર સામે લાચાર બનેલ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મંકીપોક્સના વધતા જતા કેસ, જાણો શું છે લક્ષણો અને કેવી રીતે અટકાવી શકાય
દેશમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે, જેમાં ત્રણ કેરળ અને એક...
દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પડતી LCB
પોલીસને મળેલી બાતમી અનુસાર વણકી ગામનો રાજાભાઈ બચુભાઈ ઇંદરીયા વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી...
રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના ભાજપના નેતા પતિ સામે હપ્તો માંગ્યાની ફરિયાદ.
મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના...
Trump Impact IT Stocks Future Rally Alert | Consumer Sector | Mahesh Patil | 10 Ke Damdar Trades
Trump Impact IT Stocks Future Rally Alert | Consumer Sector | Mahesh Patil | 10 Ke Damdar Trades
Manipur Violence : मणिपुर में तनावपूर्ण स्थिति, अमित शाह की हाई लेवल मीटिंग आज | Aaj Tak
Manipur Violence : मणिपुर में तनावपूर्ण स्थिति, अमित शाह की हाई लेवल मीटिंग आज | Aaj Tak