ખેડવા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ
ખેડવા ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવામાં આવતા ખેડબ્રહ્મા તાલુકાના 400 હેક્ટર ખેતીને ફાયદો થશે
ખેડબ્રહ્મા તાલુકામાં રવિ સીઝનમાં ખેડૂતો ઘ્વારા મોટું વાવેતર કરવામાં આવે છે પણ ચોમાસામા વરસાદ ઓછો થતા ખેડૂતોમાં ચિંતા હતી જેને લઇ શામળભાઈ સવજીભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ સી. પટેલ, હસમુખભાઈ ડી. પટેલ સહિતના ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ ઘ્વારા ખેડવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ ખેડબ્રહ્મા તાલુકાની ખેતીને લાભ થશે.
સિંચાઈ વિભાગ ઘ્વારા ડેમમાંથી રવિ સીઝનમાં સમાયનતારે પાણી છોડવામાં આવે છે. જેને લઇ તાલુકાના ખેડૂતોને રવિ સીઝનમાં પણ ખેતી કરી શકે છે. પાણી છોડવામાં આવતા હરણાવ નદી કાંઠાની ખેતીને મોટો ફાયદો થશે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર બારસોલ, વરતોલ, પરોયા પાદરડી સહિતના ગામના ખેડૂતોને ફાયદો થશે
સિંચાઈ વિભાગના ઈજનેર ઉજાસ પટેલના જણાવ્યા અનુસાર રવિ માટે ખેડબ્રહ્મા તાલુકાના કેનાલ મારફતે 6 વાર પાણી આપવામાં આવશે જે ખેડૂતોની જરૂરિયાત મુજબ આગામી માર્ચ માસ સુધી છોડવામાં આવશે આનાથી તાલુલના 11 ગામડાની 400 હેક્ટર જમીનને પિયાતનો લાભ મળશે