*રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગામે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ના બીજા દિવસે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલના તિલક પ્રાકૃતિક ફાર્મની ફિલ્ડ વિઝીટ કરવામા આવી હતી.જ્યાં ખેડૂતોને જીવામૃતનુ લાઈવ નિદર્શન બતાવવામાં આવ્યુ હતું.ત્યારબાદ હળદર અને રાઈના મોડલ ફાર્મની મુલાકાત લેવામા આવી હતી. આ સાથે ઘન જીવામૃત વિશે પણ સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.તેમજ તેઓના ફાર્મ ખાતેના અન્ય મરચા,રીંગણ,ભીંડા,દેશી મકાઈ, રાજગરો, મુળા,સુરણ, રતાળુ વગેરે પાકોના મોડલ ફાર્મની મુલાકાત લેવામા આવી હતી.

આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી(સીડ), કૃષિભવન,ગાંધીનગર શ્રી જે.બી.ઉપાધ્યાય, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વી.કે.પટેલ,મદદ.ખેતી નિયામકશ્રી,શ્રી એમ.આર.ચૌધરી, વિવિધ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.