રુ. ૪૦.૩૦ લાખના ખર્ચે ૧૬ કામોનું લોકાર્પણ અને કુલ રુ.૯૨ લાખના ખર્ચે ૩૯ કામોનું ખાતમુહૂર્ત

અમરેલી તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ (બુધવાર) ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલી 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. કુલ રુ.૪૦.૩૦ લાખના ખર્ચે ૩૯ કામોનું લોકાર્પણ અને કુલ રુ.૯૨ લાખના ખર્ચે ૩૯ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શિક્ષણથી લઈ આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત આંતર માળખાકીય ક્ષેત્રમાં વિકાસકાર્યો સતત અને અવિરત ચાલુ રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યુ હતુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ અનેક વિકાસકાર્યોની વિગતો અને માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન સાવલિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી, અમરેલી નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મેશ અમરેલી ખાતે પ્રાંત કક્ષાનો 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

રુ. ૪૦.૩૦ લાખના ખર્ચે ૧૬ કામોનું લોકાર્પણ અને કુલ રુ.૯૨ લાખના ખર્ચે ૩૯ કામોનું ખાતમુહૂર્ત

અમરેલી તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ (બુધવાર) ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલી 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. કુલ રુ.૪૦.૩૦ લાખના ખર્ચે ૩૯ કામોનું લોકાર્પણ અને કુલ રુ.૯૨ લાખના ખર્ચે ૩૯ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શિક્ષણથી લઈ આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત આંતર માળખાકીય ક્ષેત્રમાં વિકાસકાર્યો સતત અને અવિરત ચાલુ રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યુ હતુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ અનેક વિકાસકાર્યોની વિગતો અને માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન સાવલિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી, અમરેલી નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી