સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના સાંગાણી ગામની પ્રાથમિક શાળા ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેવાડાનાં લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે માટે સરકાર કટીબદ્ધ છે. ધારાસભ્યે લોકોને આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’- રથ નંબર -5 ને ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ બાલિકાઓએ કુમકુમ તિલક કરી રથનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.નોંધનીય છે કે, મહાનુભાવોના હસ્તે સરપંચ તેમજ ઉપસરપંચે સાંગાણી ગ્રામ પંચાયત દ્વારા લેન્ડ રેકોર્ડનું 100% ડિઝીટાઇઝેશન કરવાની સિદ્ધિ માટે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા તેમજ આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं