*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પત્રકાર સ્નેહ મિલન અને શુભેચ્છા સમારંભ યોજાયો

માહિતી ખાતાના શ્રી હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી*

************** 

સાબરકાંઠા જિલ્લામાં વિક્રમ સંવતના નૂતન વર્ષ નિમિતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પત્રકાર સ્નેહ મિલન અને શુભેચ્છા સમારંભ હોટલ મેડ ઓવર ગ્રીલ હિંમતનગર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ વિક્રમ સંવતના નૂતન વર્ષની મંગલમય શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે પત્રકરત્વ લોકશાહી દેશનો ચોથો સ્તંભ છે. લોકસેવામાં પત્રકારની મહત્વની ભુમિકા છે. પત્રકારાત્વ થકી ઉપયોગી માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ શ્રી હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી અને માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાયએ માહિતી ખાતાના શ્રી હરિષ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ કાર્યક્રમમાં માહિતી ખાતાના શ્રી હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા મહાનુભાવો,પત્રકારમિત્રો તથા માહિતી પરીવાર દ્વારા શ્રી ફળ, સાકાર, મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં શ્રી હરિષ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાનના પ્રતિભાવો રજૂ કર્યા હતા.સાથે જ પત્રકારમિત્રો દ્વારા પણ પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી સાબરકાંઠા નિધિબેન જયસ્વાલ, અમદાવાદ, પાલનપુર તથા હિંમતનગર માહિતી વિભગાનો સ્ટાફ તેમજ પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી ખાતાના માહિતી મદદનીશશ્રી શ્વેતા પટેલે કર્યુ હતુ.