શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાલ પુરતી મોકુફ રખાઈ હોવાની ચર્ચાઓ,જમીનદારો પાસે આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં દબાણ માં જે વેપારીઓએ દુકાનો ગુમાવી છે તે વેપારીઓએ સાંસદ અને ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી અને જો વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપવામાં આવે તો ભવિષ્યમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી

દાહોદ શહેરમાં સ્માર્ટ રોડમાં આવતા દબાણો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી સ્ટેશન રોડ પાલિકા ચોક પોસ્ટ ઓફિસની સામેના રળીયાતી તળાવ રોડ અંજુમન હોસ્પિટલ સામેના મકાનો અને દુકાનો તેમજ મન્દિર, મસ્જિદ સહિતની મિલ્કતો તોડી પાડવાની મહા ઝુંબેશ ઉપાડવામાં આવી હતી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અને તેને લઈને શહેરની આ દબાણ હટાવ ઝુંબેશ ટોક ઓફ ધી ટાઉન બની હતી અનેક લોકોમાં ડર અને ભય ઉભો થયો હતો ત્યારે ચોમાસુ આડે આવતા દબાણ હટાવ ઝુંબેશ પડતી મુકવામાં આવી હતી પરંતુ જેવું ચોમાસાએ વિદાય લીધી કે ફરીથી દબાણ હટાવ ઝુંબેશની કામગીરી અંતર્ગત ગોધરા રોડથી સીધોજ વાયા મુસ્લિમ કબ્રસ્તાન ભીલવાડા અને ઠક્કર ફળીયા થઈને રોડ કાઢવાનું આયોજન સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત હતું જોકે એકજ રોડનું દબાણ હટાવવાનું બાકી હતું અને તેને લઈને પ્રાંત અધિકારી એન બી રાજપુતની અધ્યક્ષતામાં ફરીથી સીટી સર્વે વિભાગની ટીમને સાથે રાખી ભીલવાડા વિસ્તારથી ઠક્કર ફળીયા સુધી રોડની માપણી કરી ડિમાર્ગેશન કરવામાં આવ્યું હતું ત્યારે પણ ફરીથી લોકોમાં ભય અને ડર ઉભો થયો કેટલાક લોકો તો ફરી રાજકારણીઓ અને નેતાઓના દરવાજા ખખડાવવા લાગ્યા હતા પરંતુ ત્યાંથી પણ નિરાશા મળી હોવાનું જાણવા મળ્યું હતું જોકે બીજી તરફ ડિમાર્ગેશન કરાયા બાદ દિવાળીનો તહેવાર આડે આવી જતા કામગીરી લંબાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું અને પ્રાંત અધિકારીએ ભીલવાડા અને ઠક્કર ફળિયાના જમીનદારોને પ્રાંત અધિકારીની ઓફિસમાં પોતાના જમીનના ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવા માટેની નોટિશો ફટકારી હતી એટલે જમીનદારો પોતાના જમીનોના કાગળયાઓ લઈને પ્રાંત અધિકારીની ઓફિસમાં પહોંચી ગયા હતા ત્યાં પ્રાંત અધિકારીએ એક એક જમીનદારને સાંભળ્યા અને તેમને જમીનના પૂરતા પુરાવાઓ અને આધાર રજુ કરવા માટે 28 મી નવેમ્બરનો ટાઈમ આપ્યો છે અને 22 નવેમ્બર અને 23 નવેમ્બરથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ચર્ચાઓ બાંકડા પંડિતો પાસે ચર્ચાતી હતી પરંતુ હાલતો જાણવા મળી રહ્યું છે કે દબાણ હટાવ ઝુંબેશ હાલ પુરતી નહિ કરાઈ તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે માપણી કરાઈ ગયેલા રોડની ટાઉન પ્લાનિંગ મુજબ 10.7 ફુટ જેટલો રોડ પહોળો કરવાની કામગીરી આજે નહીતો કાલે કરવામા આવશેજ તેવી ચર્ચાઓ પણ પાનના ગલ્લે અને ચાની લારીઓ ઉપર ચાલતી હોવાની સાંભળવા મળી રહી છે ત્યારે તંત્રનું જમીનદારોને આપેલું આધાર પુરાવાઓ રજુ કરવાનું અલ્ટીમેટમ અને બીજી બાજુ દબાણ હટાવ કામગીરી હાલ નહિ કરાઈ જેવી ચર્ચાઓ વચ્ચે આખરે શું પરિણામ આવે છે તે તો આવનાર સમયજ બતાવશે.