ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતુ હતું. ત્યારે યુવાનના ખાતામાં રૂ. 5000 જમા થયાનો મેસેજ આવ્યો હતો. બાદમાં યુવાનને બેંકમાંથી બોલું છું તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવામાં આવી છે. ત્યારે ઓટીપી આવે છે તે ઓટીપી નંબર આપવા વિનંતી કરતા યુવાને ઓટોપી આપ્યો હતો. જેમાં યુવાનના ખાતામાંથી રૂ. 30,000 ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 5000ની બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવાની છે. યુવાન વિચારે કે 5,000ની ડિપોઝિટ કરાવી નથી આવી ક્યાંથી ? ત્યારે એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાં થી બોલું છું અને તમને બેંક દ્વારા રૂ. 5000 હજારની ડીપોઝીટ આપવામાં આવી છે. ત્યારે તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે. ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ રૂ. 30000 ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી. આથી યુવાને બેંકમાં જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે. બેંકના પૂર્વ અધિકારી નરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે ઓટીપી કોઈને દેખાડવો કે આપવો નહીં. પાન કાર્ડ કે બેંકની વિગતો ફોન પર આપવી નહીં.