પંચમહાલ જિલ્લા તથા મહીસાગર જિલ્લાના મકાન અને માર્ગ વિભાગ પંચાયત માં વર્ષોથી ફરજ બજાવતા નાનાભાઈ ભેમાભાઈ ખાટ જેઓને સંસ્થાએ તારીખ ૩૧/૫/૧૩ તથા છત્રા ભાઈ અણદા ભાઈ ડામોર ૩૧/૮/૦૭ તથા લક્ષ્મણભાઈ સરદારભાઈ ડામોર ૩૧/૧/૦૫ ના રોજ નિવૃત કરવામાં આવેલ તેમજ પાનમ યોજના વર્તુળ રેણા મોરવા સિંચાઈ માં રોજમદાર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઈ ધુળાભાઈ પઞી ને સંસ્થાએ તારીખ ૩૧/૮/૦૯ ના રોજ નિવૃત કરવામાં છે જણાવેલ ચાર કર્મચારી પૈકી કોઈને પણ સરકારી સંસ્થા દ્વારા નિવૃત્તિના લાભો આપવામાં આવેલ ન હતા જેને લઇ ચાર નિવૃત્ત કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નિવૃત્તિના લાભો મેળવવા માટે સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન અરજીઓ વ્યક્તિગત રીતે દાખલ કરે છે જે વિવાદના દરમિયાન પાનમ યોજના વર્તુળ રેણા મોરવા સિંચાઈ ના અરજદાર પ્રતાપભાઈ નું તારીખ ૧૨/૪/૨૧ અવસાન થવા પામેલ જે કામે તેમના વારસપતની શારદાબેન ને જોડવામાં આવેલ આ ચાર કામદારોના નિવૃત્તિના લાભો મેળવવાનો વિવાદ ચાલી જતા ફેડરેશન અને કામદારો તરફે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દિપક આર દવે એ હાજર રહી કેસમાં પડેલ પુરાવા આધારિત દલીલો કરતા ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને નિખિલ એસ કારીયલ સાહેબ દ્વારા મકાન અને માર્ગ વિભાગ પંચાયત ના ત્રણ કામદારોને નિવૃત્તિ ની તારીખથી પેન્શન ચૂકવવું તથા પેન્શન તફાવત ની રકમ ગ્રેજ્યુટી ની બાકી નીકળતી રકમ તથા ગુજરનાર પ્રતાપભાઈ ના વારસ પત્ની શાંતાબેન ને ગુજરનાર ની નિવૃત્તિની તારીખથી અવસાન ની તારીખ સુધી પૂરેપૂરું પેન્શન તથા ત્યારબાદ તેઓને ફેમિલી પેન્શન ચૂકવવા આખરી આદેશ કરવામાં આવેલ આમ વર્ષોથી નિવૃત થયેલા પેન્શન વિહોણા કામદારોને લાંબા સમય બાદ તફાવત સહિત પેન્શનની રકમ ચૂકવવાનો આદેશ થતા કામદારો તથા તેમના પરિવારમાં મોટા પર્વ સમાન આનંદમય વાતાવરણ સર્જાયું છે