બનાસકાંઠા જિલ્લાના મહેસાણા પાલનપુર હાઇવે પરના કાણોદર ગામે હાઇવે ઉપર આવેલી ગેરેજમાં ગાંધીનગર સ્ટેટ મોનેટરિંગ સેલે દરોડા પાડતા દારૂની 238 જેટલી બોટલો સાથે વેચાણ કરતા ઈસમો ને ઝડપી પાડ્યા છે. જેમાં કુલ 21 ઈસમો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં કાણોદર ગામે મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલ એક બોડી કામ ગેરેજમાં ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડતા તેમાંથી વિદેશી દારૂ ઝડપાઈ આવ્યો છે. જેમાં સ્ટેટ મોનેટરીંગ સેલ ને મળેલી બાતમી હકીકતના આધારે જયેશભાઈ પંચાલ અને ભાવેશભાઈ પંચાલ રહે વાસણ રોડ ઇન્દ્રાનગર મહાદેવપુરા પાલનપુર વાળા ભેગા મળી કાણોદર ગામે પાલનપુર મહેસાણા હાઇવે પર આવેલ પોતાના બોડી કામ ગેરેજમાં બીન અધિકૃત રીતે વિદેશી દારૂ નો જથ્થો સંગ્રહ કરી પોતાના મળતીયા ઈસમો રાખી વેચાણ કરી દારૂ પીવા આવનાર ગ્રાહકોને બેસવાની સુવિધા તેમજ સાધન સામગ્રી પૂરી પાડી દારૂનું પીઠું ચલાવે છે તેમજ તેમના અન્ય મળતીયા થી કાણોદર ગામમાં જાહેર દારૂનું વેચાણ કરાવે છે જે બાતમી હકીકતના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ રેડ કરતા 238 જેટલી દારૂની બોટલો મળી આવી હતી જેમાં કુલ 6,52,743 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કુલ 21 જેટલા ઇસમો ઉપર પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.