હર ઘર તિરંગા
*સાબરકાંઠામાં વિવિધ આરોગ્ય કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો*
સાબરકાંઠા જિલ્લામાં નાગરીકોમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે આગામી સ્વાતંત્ર પર્વ પૂર્વે ઠેર-ઠેર "હર ઘર તિરંગા" કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકા હેલ્થ કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય કચરી વડાલી, તાલુકા આરોગ્ય કચેરી હિનમતનગર, તાલુકા આરોગ્ય કચેરી ઇડર, આયુષ્માન આરોગ્ય મંદિર દલાની મુવાડી, આયુષ્માન આરોગ્ય મંદિર ઊંચી ધનાલ વગેરે આરોગ્ય કચેરીઓ ખાતે માન સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો.