ધારી તાલુકાના કરેણ ગામ મા રહેતા જસાભાઇ મારૂ નામના વ્યક્તિ રાત્રીના સમયે ગરમ પાણી કરવા માટે ગેસ ચાલુ કરવા જતા.અચાનક ગેસ સિલીન્ડર ફાટતા! તેઓ નીચે પટકાયા હતા. અને દાઝી જતા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.ધારી તાલુકા ના કરેણ ગામે રહેતા જસાભાઇ મંગાભાઇ મારૂ ઉ.વ.૫૮ નામના આધેડને ગરમ પાણી પીવાની ટેવ હોય રાત્રીના બે વાગ્યાના અરસામા તેઓ રસોડામા જઇ ગેસ ચાલુ કરવા જતા અચાનક ગેસ સિલીન્ડર ફાટયો હતો.અને ભડકો થતા તેઓ નીચે ફર્શ ઉપર પટકાયા હતા.જસાભાઇ દાઝી જતા તેમને તાબડતોબ સારવાર માટે પ્રથમ ચલાલા હોસ્પીટલ ખાતે અને ત્યાર બાદમા અમરેલી સિવીલમા લઈ જવામાં આવ્યા હતા. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મરણ જનારના પુત્ર શરદકુમાર જસાભાઇ મારૂએ ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી. 

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી