નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેજ જાજડીયા સાહેબ, જૂનાગઢ રેન્જ, જૂનાગઢ નાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓ તરફથી ગાંજા ચરસની બદી સદંતર નાબૂદ કરવા માટે એન ડી પી એસ ના કેસો શોધી કાઢી અને તપાસમાં મૂળ સુધી પહોંચવા કરેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ ઓ જી ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા સાહેબ તથા ઉના પો.સ્ટે. પો.ઇન્સ. શ્રી એન.કે.ગોસ્વામી સાહેબ તથા પો.સ.ઇન્સ. શ્રી એચ.કે. વરૂ સા. તથા એસ ઓ જી સ્ટાફ તથા ઉના પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. લાખાભાઇ જે.પંપાણીયા તથા પો.કોન્સ. ભરતભાઈ બારૈયા અને અરવિંદભાઈ ભાલીયાએ સંયુક્ત બાતમી આધારે એલમપુર ગામની માંગડાધાર જોરા વાડી વિસ્તારમાં રેઇડ કરી નીચે જણાવેલ ઇસમને ગાંજાના 114 છોડ સાથે પકડી પાડી ઇન્ચાર્જ એસ ઓ જી પો. ઇન્સ શ્રી એ બી જાડેજા સાહેબે ઉના પો. સ્ટે એન ડી પી એસ એકટ મુજબ ગુન્હો રજી કરાવેલ
આરોપી બીજલભાઈ ભીમાભાઈ બાંભણીયા, કોળી ઉ.વ. 45, રહે. એલપુર ગામ કબ્જે કરેલ મુદામાલ
(1) માદક પદાર્થ ગાંજાના છોડ-114 વજન 51 કિલો રૂ.2,55,000/-
(2) મોબાઈલ ફોન-01 કી રૂ 1000/- મળી કુલ મુદામાલ કી રૂ. 2,56,000/-
કામગીરી કરનાર અધિ શ્રી કર્મચારીઓ
એસ ઓ જી ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા સાહેબ તથા ઉના પો.સ્ટે.ના શ્રી એન.કે.ગોસ્વામી. સા તથા પો. સબ ઇન્સ. શ્રી એચ.કે. વરૂ સા. તથા એસ ઓ જી સ્ટાફના એ એસ આઈ ઈબ્રાહિમશા બાનવા તથા સુભાષભાઈ ચાવડા તથા દેવદાનભાઈ કુભારવાડીયા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા પો.હેડ કોન્સ. ગોપાલભાઇ મોરી તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર તથા મહાવીરસિંહ જાડેજા તથા ડી.એ.એસ.આઈ નારણભાઈ ચાવડા તથા ડી.એચ.સી.પ્રકાશભાઈ સોલંકી તથા ઉના પો.સ્ટે.ના એ.એસ.આઈ. લાખાભાઇ પંપાણીયા તથા ધર્મેન્દ્રસિંહ પરમાર તથા પ્રદિપસિહ રાયજાદા તથા પો.કોન્સ. ભરતભાઈ બારૈયા તથા વિજયભાઈ રામ તથા નલીનભાઈ સોલંકી તથા અરવિંદભાઈ ભાલીયા તથા અશોકભાઈ સોલંકી તથા ડીએચસી અજીતભાઈ બારડ વગેરે.
રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના