સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આ ગોઝારી ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હતી. આ ઘટનામાં સમય સૂચકતા વાપરીને પરિવાર સમયસર બહાર નિકળી જતા આ ઘટનામાં કોઇ જાનહાની થતા અટકી હતી.પણ કાર પળવારમાં બળીને ખાખ થઇ ગઇ હતી. ત્યારે આ ગાડીની પાછળ કાર લઇને જતા કાર ચાલકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા દોડધામની સાથે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર ઉમા સંકુલ પાસે ચાલુ કારમા આગ લાગતા કારચાલકે સમયસૂચકતા સાથે બહાર નિકળી ગાડીમાં સવાર લોકોનો જીવ બચાવ્યો હતો. ત્યારે આ કારમાં સવાર અંદાજે પ‍ાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનામાં હાઇવે પર કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતુ.ત્યારે હાઇવે પર કારમાં લાગેલી વિકરાળ આગમાં ચારેય ટાયરો સળગી જવાની સાથે કારમાં બ્લાસ્ટ પણ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે હાઇવે પર બર્નિંગ કારને જોવા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને હાઇવે પર કારમાં આગ લાગ્યાની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા તાકીદે ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલી ભયાવહ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને અંદાજે એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો કાર બળીને ખાખ થઇ ગઇ હતી.