દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંદરપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)

કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશિર્વાદરૂપ સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોર

આદિવાસીઓના સર્વાંગી વિકાસથી વિકસિત ભારતની આ ગ્રામીણ સંકલ્પ યાત્રા સાકાર થશે સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોર

આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે વિતરણ કરવામાં આવ્યા

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો. જ્યાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે અને ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોને સાંસદ શ્રી જશવંત સિંહ ભાભોર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓને સ્થળ પર સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને મહાનુભાવો ના હસ્તે લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ના સભ્ય શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, અંદરપુરા ગામના સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ, તલાટી શ્રી, સહિતના કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.