જાફરાબાદ ના સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના નેશનલ ચેરમેન શ્રી અને સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત ના વરિષ્ઠ પત્રકાર શ્રી હસનખાન એમ. ઘોરી ( એચ.એમ. ઘોરી સાહેબ) ની અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિમાં માગૅદશૅક વડીલ શ્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી દ્વારા કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચાર ધારા ને આગળ ધપાવવા અને રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો સાથે યોગ્ય સંકલન સાધી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવા માટે આ નિમણૂક કરવામાં આવી છે. તેઓશ્રી ની નિમણુક ને કોંગ્રેસ પક્ષના અગ્રણી શ્રી ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર તેમજ જીલ્લા પંચાયત ના જાહેર બાંધકામ સમિતિ ના પૂર્વ ચેરમેન શ્રી ટિકુભાઈ વરુ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વગેરે અભિનંદન પાઠવ્યા છે. અત્રે નોંધવું જરૂરી છે કે શ્રી એચ.એમ.ઘોરી ૧૯૭૪ થી કોંગ્રેસ પક્ષસાથે જોડાયેલા છે. તેઓ પૂર્વ સેવા દલ ચેરમેન તેમજ માનવ અધિકાર કમેટિના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી ઓ સભાળી હતી અને તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ એન.જી.ઓ. સાથે તેમજ આંતરિક મહિલા સુરક્ષા કમિટિ બિન સરકારી સભ્ય તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. તેઓની નિમણૂક થી મિત્રો વર્તૃળ માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं