DEESA // ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી ડીસા દક્ષિણ પોલીસની ટીમ..

ડીસા શહેર દક્ષિણ પોલીસ ની ટીમે વધુ બે તસ્કરોને ઝડપી પાડ્યા છે, તેમજ ઝડપાયેલા શખ્સના ઘરની પાછળ સંતાડેલી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

ડીસા શહેરમાંથી તાજેતર માં કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી, જેથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ડીસા ડીવાય એસપી ડૉ. કુશલ ઓઝાની સુચના અને પી.આઇ આર.એસ.દેસાઇ ના માર્ગદર્શન હેઠળની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ ને મળેલી ખાનગી બાતમીના આધારે શહેર ના ગંજીપુરા ગવાડી વિસ્તાર ના એક રહેણાંક મકાનમાં રેડ કરી ત્યાંથી અને ઘરની પાછળ ચોરી કરી સંતાડેલ કોમ્પ્યૂટર પ્રિન્ટર સહિતનો 19 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો..

પોલીસે આરોપી અસલમ તાહીર હુસૈન કુરેશી અને સોહિલ તાહીર હુસૈન કુરેશી ની અટકાયત કરી હતી, તેમજ ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કરી વધુ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા..