વઢવાણ :જોગાનું જોગ એક કાર્યક્રમમાં આજે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી હોટલ પ્રેસિડેન્ટમાં એક સાથે ઉપસ્થિત હતા. તેવા સંજોગોમાં કાલે રક્ષાબંધન હોવાના કારણે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી દ્વારા હાલના વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય ધનજીભાઈ પટેલને રાખડી બાંધી અને એડવાન્સમાં રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ ખાસ હોવા છતાં, તેઓ જે રીતે એકબીજાની કાળજી રાખે છે, તેની સરખામણી કોઈ જ ન થઈ શકે.ભાઈ-બહેનનો સંબંધ અજોડ છે, ભલે તેઓ નાની-નાની બાબતો પર એકબીજા સાથે ગમે તેટલા ઝઘડતા હોય, પરંતુ તેમ છતાં તેઓ એકબીજા માટે કંઈ પણ કરવામાં પાછીપાની કરતા નથી. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ જીવનના જુદા જુદા સમયે આ સંબંધ વધુ મજબૂત બને છે. મોટા ભાઈઓ હંમેશા તેમની બહેનોની સુરક્ષા માટે તૈયાર હોય છે, તેવી જ રીતે મોટી બહેનો તેમના નાના ભાઈઓને માર્ગદર્શન આપે છે. ભાઈ-બહેનના આ પ્રેમને કારણે આ ખાસ તહેવાર માનવામાં આવે છે.રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખૂબ જ ખાસ હોય છે. તે તેમના પરસ્પર સ્નેહ, એકતા અને એકબીજા પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે.ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પ્રેસિડેન્ટ હોટલ ખાતે એડવાન્સમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી દ્વારા કરવામાં આવી છે.પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ ધનજીભાઈને રાખડી બાંધી અને તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અગામી સમયમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે અને ખાસ કરી મોઢું મીઠું કરાવી અને એડવાન્સમાં રક્ષાબંધનની ઉજવણી રાખડી બાંધી અને વર્ષાબેન દોશી દ્વારા કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં મહીલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી અજાણ્યા બે શખ્સો ફરાર
ડીસામાં દિન દહાડે ચિલ ઝડપની ઘટના બની છે. મહિલાના ગળામાંથી બે તુલાના સોનાના દોરાની ચેન લુંટી...
जिला प्रभारी सचिव ने किया दौरा स्वदेश दर्शन 2.0 की डीपीआर में शामिल कार्यों की ली जानकारी
जिला प्रभारी सचिव ने किया दौरा स्वदेश दर्शन 2.0 की डीपीआर में शामिल कार्यों की ली जानकारी
GMR Airports Share Rally: Stock में आज 3% से ज्यादा की तेजी, Anuj Singhal का क्या है कहना? |
GMR Airports Share Rally: Stock में आज 3% से ज्यादा की तेजी, Anuj Singhal का क्या है कहना? |
Breaking News: Maharashtra के डिप्टी CM Devendra Fadnavis ने की इस्तीफे की पेशकश | Aaj Tak
Breaking News: Maharashtra के डिप्टी CM Devendra Fadnavis ने की इस्तीफे की पेशकश | Aaj Tak