કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે ભાઈબીજ ના પવિત્ર દિવસે  સાંજે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ઈનામ પાત્ર વિધાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે જ્ઞાતી ની એક વિદ્યાર્થીની એ ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરી હતી. ઈજનેર ક્ષેત્રે સ્નાતકની પદવી મેળવનાર બે વિધાર્થીઓ હાજર રહ્યા હતા જ્ઞાતિ પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ વિરેન્દ્ર મહેતા, મંત્રી જીતેન્દ્ર ગાંધી અને જીજ્ઞેશ શાહ, ટ્રેઝરર મનોજભાઈ પરીખ તેમજ કરોબારી સભ્યો હાજર રહ્યા હતા જ્ઞાતી પ્રમુખ દ્વારા શિક્ષણ નુ મહત્વ સમજાવી તમામ ઈનામને પાત્ર વિધાર્થીઓ ને અભીનંદન આપ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ચેતનભાઈ શાહ, ડો વિમલ ગાંધી, ડો શીતલ ગાંધી, અંજના મહેતા,પ્રકાશ ગાંધી, ઉપસ્થીત રહ્યા હતા.