હિન્દુ ધર્મના સૌથી મોટા મહાપર્વ દિવાળી બાદ હિન્દુ કેલેન્ડર મુજબ 17 મી નવેમ્બરથી 20 મી નવેમ્બર સુધી સમગ્ર દેશભરમાં છઠના તહેવારનો શુભારંભ થયો છે જે અંતર્ગત આજરોજ હાલોલ પંથકમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા કારતક સુદ શુકલ પક્ષની ચતુર્થી નિમિત્તે છઠ પૂજા કરવામાં આવી હતી જેમાં માં જાનકી બિહાર સમાજ હાલોલ દ્વારા આજે છઠ પૂજાને અનુલક્ષીને ગોધરા રોડ પર પનોરમાં ચોકડી પાસે આવેલ મોગલધામ પાસેની જગ્યામાં છઠ પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હાલોલ શહેર સહિત હાલોલ જીઆઇડીસી તેમજ સમગ્ર તાલુકા પંથકમાં વસતા બિહાર, ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,ઝારખંડ સહિતના રાજ્યોના લોકોએ ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક છઠ પૂજા પર્વની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અને ચાર દિવસીય છઠ મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં માં જાનકી બિહાર સમાજ દ્વારા છઠ પૂજાને અનુલક્ષીને મોગલ ધામ પાસેની જગ્યામાં કુત્રિમ તળાવ ઉભું કરી ડૂબતા સૂર્ય દેવતાની પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષોએ પૂજા અર્ચના કરી હતી.જ્યારે છઠ પર્વ અંતર્ગત 17 મી નવેમ્બરના રોજ થી છઠ પૂજાના પર્વનો આરંભ કરાયો છે જેમાં 17મી નવેમ્બરે પૂજા કરી સ્નાન કરી કરાતી વિધિ જેને નહાકા કહેવાય છે તે કાર્યક્રમ યોજાયો હતો જે બાદ 18 મી નવેમ્બરના રોજ પૂજા કરી દૂધની ખીરની પ્રસાદીનું વિતરણ તેમજ આજે 19 નવેમ્બરે છઠ પૂજા જેમાં સંધ્યાકાળે ડુબતા સૂર્યદેવતાની પૂજા અર્ચના કરી આવતીકાલે 20 મી નવેમ્બરે વહેલી સવારે ઉગતા સૂર્યદેવતાની પૂજા અર્ચના કરી છઠ પૂજાની પૂર્ણાહુતિ કરાશે તેવી માહિતી મળી છે જેમાં કેટલાક નિષ્ઠાવાન તપસ્વી ભક્તો દ્વારા છઠના તહેવારને અનુલક્ષીને ચાર દિવસીય કઠોર તપ પણ કરવામાં આવ્યા હતા જે આવતીકાલે ઉગતા સૂર્ય દેવતાની પૂજા બાદ સંપન્ન થશે જેમાં ચાર દિવસીય છઠ પૂજા સહિતના સમગ્ર કાર્યક્રમનું ભવ્ય સંચાલન અને સફળતાપૂર્વક આયોજન માં જાનકી બિહાર સમાજના આગ્રણીજનો વિનોદભાઈ ઝા,અખિલેશ સિંગ, રાજકુમાર ગુપ્તા,પ્રશાંત મિશ્રા,મહેશ સહાની ઉમેશ મિશ્રા અને રોશન મિશ્રા સહિતના અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.