કાલોલ તાલુકા માં ૨૨૪ મી જલારામ જયંતીની રંગેચંગે ઉજવણી.@Virendramehta24
માનવસેવાના ભેખધારી સંત શિરોમણી પ. પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૪ માં જન્મદિનની ઉજવણી કાલોલ નગર સમેત તાલુકા પંથકમાં ઘણા ગામોમાં અત્યંત ભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી.
પૂ. બાપાના ૨૨૪ માં પ્રાગટ્ય દિનને રંગેચંગે ઉજવવા માટે કાલોલ તાલુકા બે પ્રમુખ જલારામ મંદિરો ખંડોળી અને બેઢીયા ખાતે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા જન્મ જયંતીની ઉજવણીની પૂર્વ સંધ્યા એ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી મંદિરોને રોશનીથી ઝળહળતા કરવાની સાથે સાથે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી પડવાના શક્યતાઓ જોતા તમામ ભાવિકો પૂર્ણ સમય સુધી દર્શનનો લાભ લઈ શકે તેવા આયાજનો સુનિશ્ચિત કરાયા હતા.ખંડોળી જલારામ મંદિર કે જે આસપાસ ના ગામોમા ભારે આસ્થા નુ કેંદ્ર ગણાય છે તેવા ખંડોળી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરને સુશોભિત કરી ફૂલોની રંગોળી થી સજાવ્યુ હતુ અને ભક્તોની મોટી સંખ્યા ને ધ્યાનમાં રાખીને આસપાસનાં ગામોમાં થી સંખ્યાબંધ યુવાનો સ્વયંસેવક તરીકે સેવાઓ આપવા ખડેપગે તૈનાત રહ્યા હતા. મંદીર ખાતે ૧૫૦ મણ ચોખા,૩૦ મણ બુંદી,૯૦ મણ શાક ની મહાપ્રસાદી નો ભંડારો રાખવામા આવ્યો હતો જેમા બપોર થી રાત્રી સુધી હજારો જલારામ ભક્તોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો. કાલોલ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તેમજ સ્થાનીક મહેન્દ્રસિંહ તેમજ ટ્રસ્ટીઓ સેવામા હાજર રહ્યા હતા બેઢિયા જલારામ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ બાપાના દર્શન નો લાભ લીધો હતો.
પૂ. બાપાની ૨૨૪ મી જન્મ જયંતીની ઉજવણી અનુસંધાને આજે વહેલી સવારથી જ બંને મંદિરો ખાતે મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. સ્વયં શિસ્ત અને કતારબદ્ધ રીતે હજારો જલારામ ભકતજનોએ પૂ.શ્રીના જન્મદિન નિમિત્તે ભાવપૂર્ણ વધામણાઓ અને વિશેષ દર્શનો સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો