જોરાવરનગર લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતો યુવાન સોસાયટી નજીકથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અગાઉના ઝઘડાના મનદુ:ખ બાબતે 4 શખ્સોએ યુવાન પર ધારીયા અને કુહાડી વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જોરાવરનગર લાલબહાદુર શાી સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ મોહનભાઇ પરમાર સોસાયટી આગળથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન અગાઉના ઝઘડાના મનદુ:ખ બાબતે ગૌતમભાઇ તુલશીભાઇ પરમાર, કલ્પેશભાઇ તુલશીભાઇ પરમાર, દીપકભાઇ તુલશીભાઇ પરમાર અને તુલશીભાઇ પીતામ્બરભાઇ પરમાર સહીતનાઓ ધસી આવ્યા હતાં અને ધારીયા અને કુહાડી સહીતના હથિયારો વડે શૈલેષભાઇને માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે શૈલેષભાઇએ ચાર શખ્સો વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.