પાવીજેતપુર તાલુકાના કુકણા બસ સ્ટેન્ડ ઉપર અજાણ્યા યુવાનને અજાણ્યા વાહને અડફેટમાં લેતા કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે ૩૫ વર્ષ જેટલા એક યુવાનને ગંભીર અકસ્માત કરતા યુવાનનું કરુણ મોત થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ૧૬ નવેમ્બર ના રોજ ફોન આવતા જાણ થવા પામી હતી કે પાવીજેતપુર તાલુકાના કુકણા બસ સ્ટેન્ડ પાસે કોઈક યુવાનની અકસ્માતમાં મોત થતા લાશ પડી છે. જેથી પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી તપાસ કરતા માલમ પડ્યું હતું કે ૩૫ વર્ષની વય જેટલા એક યુવાનને કપાળના ભાગે તેમજ બંને પગે ગંભીર કોઈક અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા થતાં લોહી નીકળી જતા ઘટના સ્થળ ઉપર જ યુવાનનું મોત થવા પામ્યું હતું. પોલીસે મૃતક યુવાન અંગે પૂછપરછ કરતા , જાણવા મળ્યું હતું કે ઘણા સમયથી રોડ ઉપર મારનાર યુવાન ફરતો હતો પરંતુ આ યુવાન ક્યાંનો છે તે કોઈ ચોક્કસ માહિતી મળી ન હતી.
આમ, પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે બસ સ્ટેન્ડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે એક ૩૫ વર્ષની વય જેટલા યુવાનને ગંભીર ટક્કર મારતા અજાણ્યા યુવાનનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થતા પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.