સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. 1985માં સ્વામીનારાયણ સમપ્રદાયમાં જોડાયા બાદ સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરમાં જેઓ નિરીક્ષક પદ ઉપર સેવા આપી રહ્યા હતા.જેમને નિદ્રામાં જ હૃદયરોગનો હુમલો આવ્યા બાદ પ્રરમપ્રકાશ સ્વામીનું મૃત્યુ થતાં સ્વામી નારાયણ સ્વામીઓમાં શોકનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું.આ અંગે સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સાધુ ધર્મચિંતનદાસજીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મંદિરે રહીને સેવા આપી રહેલા પૂ.પરમપ્રકાશ સ્વામી આજે વહેલી સવારે અક્ષરધામ નિવાસી થયા છે. તેઓના સ્વાસ્થ્યમાં ગઈકાલ સુધી દેખીતી રીતે કોઈ તકલીફ જણાઈ ન હતી.રાત્રે આરામમાં પધાર્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેઓ ધામમાં પધાર્યા છે.પૂ.પરમપ્રકાશ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 1985માં દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી અટલાદરા છાત્રાલયમાં રહી સેવા આપી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સુરેન્દ્રનગર મંદિર ખાતે સંત નિરીક્ષક તરીકેની સેવા આપી રહ્યાં હતા.તેઓનું જીવન ખૂબ જ નિયમિત, શિસ્તબદ્ધ અને સાદગીપૂર્ણ હતુ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं