ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં વીજડીપીથી કરંટ લાગતાં કાંકરેજ તાલુકાના મોટા જામપુરાના યુવકનું મોત થયું હતુ. આ અંગે ખેતર માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ડીસા તાલુકાના મુડેઠા ગામે તેજાભાઇ અને સોમાભાઇ વિહાભાઇ રબારીના ખેતરમાં રાત્રે આવેલા કાંકરેજ તાલુકાના મોટાજામપુરાનો ચંદુજી ઉર્ફે કાળુજી સોનાજી રાઠોડ (ઉ.વ.40) વીજડીપી ઉપર ચઢ્યો હતો. જેને કરંટ લાગતાં મોત થયું હતુ. જેને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.આ અંગે વિપુલભાઇ તેજાભાઇ રબારીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.