દિવાળીનો તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ડીસા શહેર પણ દિવાળીના રંગમાં રંગી ઉઠ્યું છે. અહીંયા સાંજ પડતા જ રંગબેરંગી રોશનથી શહેર ઝગમગી ઉઠી છે અને લોકોના ચહેરા પર એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દિવાળીનો તહેવાર એટલે રોશનીનો તહેવાર. આ તહેવારમાં શહેર રંગબેરંગી લાઈટ્સ અને રોશનીથી દિપી ઊઠે છે. ત્યારે ડીસા શહેરમાં પણ દિવાળીના પર્વની શરૂઆત સાથે જ શહેરના મુખ્ય માર્ગો, મંદિરો તેમજ બિલ્ડીંગોને વિવિધ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યા છે. સાંજ પડતાની સાથે જ ડીસા શહેર રંગબેરંગી લાઈટ્સ અને રોશનીથી ઝગમગી ઊઠે છે. નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે દ્વારા પણ શહેરના મુખ્ય માર્ગોને રંગબેરંગી સિરીઝથી શણગારવામાં આવ્યું છે.

લોકો સાંજ પડતાની સાથે ઘરની બહાર નીકળી જાય છે અને રોશની જોવાનો આનંદ માણે છે. એમાં પણ ગાયત્રી મંદિર, જલારામ મંદિર, ત્રણ હનુમાન મંદિર, બાબા રામદેવપીર મંદિર સહિતના મંદિરોને રંગબેરંગી લાઈટીંગ સાથે ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યા છે. ત્યારે આ રોશની જોઈને સૌ કોઈના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે.