સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા શખ્સે જમીન વેચાણ અંગે વિરમગામના શખ્સ સાથે બાનાખત કર્યા બાદ બાકીની રકમ માંગતા વિરમગામના શખ્સે બાકી રૂપિયા આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા લખમણભાઇ દેવાભાઇ રાવળે તેમની જમીન વેચાણ અંગે તેમના કાકાના દિકરા વિજયભાઇ બાબુભાઇ રાવળને વાત કરી હતી. આથી વિજયભાઇએ એક પાર્ટી છે અને એક વિઘાના રૂા.16 લાખ કહે છે તેમ કહેતા વેચાણનું નક્કી કરવામાં આવ્યું હતુ અને બાનાખત અને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા પરંતુ અમુક રકમ બાકી હતી જેની ઉઘરાણી બાબતે લખમણભાઇએ ફોન કરતા વિજયભાઇએ ગાળો આપી બાનાખતના બાકીના રૂપિયા નથી આપવાના અને જો રૂપિયા માંગીશ તો તારા ઘરે આવી તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી લખમણભાઇએ વિજયભાઇ બાબુભાઇ રાવળ વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं