બહીયલ ૧૦૮ની ટીમે માનવતાની કેવી સુવાસ પ્રસરાવી...વાંચો અહેવાલ શું છે.... 

અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને યુદ્વના ધોરણે સારવાર માટે અમદાવાદ ખસેડ્યો અને પાકીટમાંથી મળેલી મોટી રકમ પોલીસને સોંપી
- ઈએમટી અને પાયલોટની ઈમાનદારી જાેઈને પોલીસ પણ આફરીન પોકારી ઊઠી : મોટી રકમ મળ્યા પછી મન લલચાયું નહી 

બહિયલ ૧૦૮ ની ટીમ એ મનાવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(Add) Click Here......Goatter Bag for Girls and Women

૨,૧૬,૦૦૦ ની રોકડ રકમ દર્દી ના સગા ને પરત કરવા માં આવી.

(Add) Click Here......Goatter Bag for Girls and Women

દહેગામ,ગુરુવાર
   દહેગામ તાલુકાના કડાદરા પાસે રાયપુર કેનાલ નજીક બેફામ જીપ ડાલાની ટક્કરથી ટુ વ્હીલર ઉપર જતા બે યુવકો જમીન ઉપર ફંગોળાયા હતા અને જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

ઘાયલ યુવકને સારવાર માટે ૧૦૮ મારફતે અમદાવાદ સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. દહેગામ લોકેશનની બહીયલ ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી અને પાયલોટે માનવતાની સુવાસ પ્રસરાવતા ઘાયલ થયેલા યુવક પાસેથી રૂપિયા બે લાખ ૧૬ હજાર મળી આવ્યા હતા તે તમામ રકમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસને સોંપીને માનવતા મરી પરવારી નથી તેના દર્શન કરાવ્યા હતા.

આજે હળહળા કળિયુગમાં જ્યારે અકસ્માત સ્થળેથી બે-પાંચ હજાર મળે તો કોઈ આપવાની વાત કરતું નથી

ત્યારે અહીંયા તો ૧૦૮ના ઈએમટી સતીશ પટેલ અને પાયલોટે રોહિત સિંહ રાઠોડ એ સવા બે લાખની રકમ પોલીસને સોંપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પોતાની ફરજમાં પોતે કેટલા ઈમાનદાર છે તેના દર્શન કરાવ્યા હતા

(Add) Click Here......Goatter Bag for Girls and Women